SEV KHAMANI

જરૂરી સામગ્રી :

  1. ૧ વાટકી ચણાનો લોટ
  2. ૨ ચમચી રવો
  3. ૨ ચમચી તેલ
  4. ૧ ચમચી લીંબુના ફૂલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. આદું મરચાં અને લસણની પેસ્ટ
  7. ૧ ચમચી ઇનો
  8. એક ચમચી બૂરું ખાંડ

વઘાર કરવા માટે :

  • ૪ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી હિંગ
  • ૬-૭ પત્તાં મીઠો લીમડો
  • ચપટી તલ
  • એક ચમચી ખાંડ

બનાવવાની રીત :

સૌપ્રથમ ચણાનો લોટ અને રવો મિક્સ કરી બંનેને ચારણીની મદદથી ચાળી લો.

ત્યારબાદ તેને એક તપેલીમાં કાઢી લઈશું. તેમાં મીઠું, આદુ મરચાં અને લસણની પેસ્ટ, ખાંડ, લીંબુના ફૂલ, બધું ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું.

ત્યારબાદ ધીમે ધીમે પાણી એડ કરીને મિશ્રણ તૈયાર કરીશું.

આ મિશ્રણને ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું.

ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મુકીશું.

ત્યારબાદ આપણે તૈયાર કરેલા મિશ્રણમાં એક ચમચી ઇનો નાખીશું અને તેના પર પાણી નાખીશું આ મિશ્રણ ને એક જ દિશામાં હલાવીશું.

ત્યારબાદ એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરીને આ મિશ્રણને તેમાં રેડી દઇશું.

અને ૧૫ મિનિટ માટે ગેસ પર ચડવા દઇશું.

આપણા ઢોકળા તૈયાર થઈ જાય પછી એને ઠંડા કરીને ચારણીની મદદથી ખમણી લઈશું.

ત્યારબાદ એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરૂ, હિંગ, તલ, લીલા મરચાં, મીઠો લીમડો નાખીને વઘાર કરીશું.

ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ નાખીશું અને ૨-૩ ચમચી પાણી નાખીશું.

ખાંડ ઓગળે ત્યાં સુધી અને ચડવા દઇશું.

ત્યારબાદ આપણે ખમણેલું મિશ્રણ તેમાં એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું.

ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢીને કોથમીર, ઝીણી સેવ, ટુટી ફ્રૂટી અને દાડમના દાણાથી સજાવીશું.

તો તૈયાર છે આપણી સેવખમણી.

આ રેસિપીનો વિડિયો જોવા માટે નીચેની ક્લીપ પર ક્લિક કરો.

આભાર.