RAGADA PANIPURI

જરૂરી સામગ્રી :

  • ૪ - ૫ બાફેલા બટાકા
  • ૨૦૦ gm બાફેલા વટાણા
  • ૧ - ૨ ચમચી મરચું
  • ૧ - ૨ ચમચી હળદર
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૨ ચમચી ખજુર આમલી નું ગળ્યું પાણી
  • કોથમીર જરૂર મુજબ

રગડો બનાવવાની રીત :

સૌપ્રથમ આપણે બટાકા અને વટાણાને કુકરમાં ૫ થી ૬ સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું. ત્યારબાદ તેને મેશર ની મદદથી મેશ કરી લઇશું.

ત્યાર બાદ એક કઢાઈ માં તેલ મૂકી તેને ગરમ થવા દઇશું, તેમાં હિંગ નાખીશું, તેમાં બટાકા અને વટાણા નો માવો ઉમેરીશું, થોડું પાણી ઉમેરીશું.

પછી એમાં મરચું, મીઠું, હળદર, ચાટ મસાલો ઉમેરીશું. તેમાં ખજૂર આમલીની ચટણી અને થોડું તીખું પાણી ઉમેરીશું અને છેલ્લે કોથમીરથી સજાવીશું.


પાણી બનાવવાની રીત :

કોથમીર - ફુદીના નું તીખું મીઠું પાણી બનાવવાની રીત,

સૌપ્રથમ મિક્ષચર ના જાર માં ૧૫ - ૨૦ પત્તાં ફુદીનો, થોડીક કોથમીર, ૨-૩ લીલાં મરચાં, ૧ નાનો ટુકડો આદુ લઈશું.

ત્યારબાદ તેમાં એક ચમચી ચાટ મસાલો , થોડુંક મીઠું, અડધી ચમચી ખાંડ અને એક લીંબુ નો રસ ઉમેરીશું અને પીસી લઈશું. આ પેસ્ટ માં પાણી ઉમેરીેશું.

આ પેસ્ટને તમે ફ્રિઝમાં સાચવી શકો છો. જરૂર પ્રમાણે એનો વપરાશ કરી શકો છો.

તો તૈયાર છે તીખું મીઠું પાણી.


પિરસવા માટે :

  • તૈયાર પુરી
  • કોથમીર - ફુદીનાનું તીખું પાણી
  • ખજૂર આમલીની ચટણી
  • વટાણાનો રગળો
  • ડુંગળી, ટામેટાં અને સેવ (સર્વ કરવા માટે)

આ રેસિપીનો વિડિયો જોવા માટે નીચેની વિડિયો ક્લીપ પર ક્લિક કરો.

આભાર.