KOPRA PAK RECIPE

જરૂરી  સામગ્રી :

  • 500 ml - દૂધ
  • 200 gram - ખાંડ
  • 500 gram - કોપરાનું છીણ

બનાવાની રીત :

સૌપ્રથમ એક કઢાઈ માં દૂધ ગરમ કરવા મૂકો. અને તેમાં ખાંડ નાંખી દો.

આમ કરવાથી દૂધ નો માવો અલગ થી નહી નાંખવો પડે તેમજ ચાસણી પણ અલગ થી નહી બનાવી પડે.

આમ જ દૂધ અને ખાંડ ને હલાવતા રહેવુ.

25 - 30 min આમ જ હલાવતા સરસ માવો બની જશે.

માવો તૈયાર થઈ ગયા પછી આપણે તેમાં કોપરાનું છીણ ઉમેરીશું. અને ગેસ પરથી ઉતારી  લેશું.

એક પ્લેટ મા ઘી લગાડીને તેમાં કોપરાપાક ને કાઢી લઇશું.

હાથ કે વાટકી ની મદદથી ઠારી લેશું.

થોડી વાર પછી છરી ની મદદથી સરસ ટુકડા કરી લેશું.