DABELI

જરૂરી સામગ્રી :

  • દાબેલીના પાઉં
  • તેલ - 2 ચમચી
  • દાબેલી મસાલો - 3 મોટી ચમચી
  • બાફેલા બટાકા - 6-7 નંગ
  • ખજૂર આમલીની ચટણી - 2 ચમચી
  • મીઠું - સ્વાદ પ્રમાણે
  • પાણી - જરૂર મુજબ
  • ગાર્નિશ માટે :
  • સૂકું કોપરું
  • કોથમીર
  • દાડમના દાણા
  • મસાલા સીંગ
  • ડુંગળી
  • સેવ
  • લસણની તીખી ચટણી
  • ખજૂર આમલીની ચટણી

બનાવવાની રીત :

દાબેલી બનાવવા માટે સૌપ્રથમ લસણની તીખી ચટણી બનાવવા માટે સૌપ્રથમ મિક્સરમાં લસણની કળીઓ, સીંગ, કાશ્મીરી સૂકું લાલ મરચું, તીખું મરચું, મીઠું, લીંબુનો રસ મિક્સ કરી પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

દાબેલી બનાવવા માટે તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલો અને મીઠી ચટણી ઉમેરી સાંતળો. હવે તેમાં બાફેલા બટાકા ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરી મિશ્રણને ઢીલું કરી લો.

દાબેલીમાં મસાલો ભરવા માટે સૌપ્રથમ મોટા વાટકામાં કે થાળીમાં બટાકાનો તૈયાર કરેલો માવો એકસરખી રીતે હલકા હાથે દબાવીને પાથરી દો.

તેની ઉપર સૂકું કોપરું, કોથમીર, ડુંગળી, દાડમના દાણા અને મસાલા સીંગ ચમચીની મદદથી દબાવી લો. જેથી તેને પાઉંમાં ભરવામાં સરળતા રહે.

હવે બસ દાબેલીના પાઉંની એકબાજુ લસણની તીખી ચટણી અને બીજી બાજુ ખજૂર આમલીની ચટણી લગાવી તૈયાર કરેલ મિશ્રણને પાઉંમાં એક-એક ચમચી લઈ પ્રેસ કરી ભરી ઉપરથી દાડમના દાણા અને સેવથી ગાર્નિશ કરી લેવું.

તૈયાર દાબેલી પાઉંને બટર કે ઘી લગાવી તવીમાં બધી બાજુએથી શેકી લેવી.

તૈયાર દાબેલીને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

આ રેસિપીનો વિડિયો જોવા માટે નીચેની ક્લીપ ઉપર ક્લિક કરો. તેમજ આવી જ સરળ રીતની નવી નવી વાનગીઓ જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. આભાર.