BADAM SHAKE - VINI'S KITCHEN

જરૂરી સામગ્રી :

  • ૧૦ - ૧૨ પલાળેલી બદામ
  • કાજુ બદામ પિસ્તા ની કતરણ
  • ૨ - ૩ ચમચી ખાંડ
  • ૧ ચમચી કસ્ટરડ પાવડર
  • ૫૦૦ ml દૂધ

બનાવાની રીત :

સૌપ્રથમ આપણે પલાળેલી બદામ પરથી એની છાલ કાઢી લઈશું. અને તે બદામ ને મિકસર માં પીસી લઈશું.

ત્યાર બાદ એક તપેલી માં દૂધ ગરમ કરવા મુકીશું. અને તેમાં ખાંડ નાખીશું.

દૂધ ને ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઇશું.

ત્યાં સુધી આપણે એક વાટકી માં એક ચમચી કસ્ટર પાવડર લઈને તેમાં ૨ ચમચી દૂધ લઈને સરસ મિક્સ કરી લઈશું.

દૂધ માં ઉભરો આવે પછી તેમાં પીસેલી બદામ નાખીશું.

ત્યાર બાદ તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખીશું. અને પછી દૂધ સાથે મિક્સ કરેલો કસ્ટર પાવડર ધીમે ધીમે એડ કરીશું.

ત્યાર બાદ ગેસ ની જ્યોત ફૂલ કરીને બંધ કરી લઈશું.

થોડી વાર ઠંડુ પડ્યા બાદ તેને ૧૦ - ૧૫ મિનિટ માટે ફ્રીઝ માં મુકીશું.

ત્યાર બાદ એક ગ્લાસ માં કાઢીને કાજુ બદામ ની કતરણ થી સજાવિશું.