BADAM PAK - HEALTHY, NUTRITIOUS & EASY RECIPE

જરૂરી સામગ્રી :

  • ગોળ - ૧.૫ વાટકી
  • ઘી - ૧ વાટકી
  • પીસેલા કાજુ - બદામ - ૧ વાટકી
  • પીસી લીધેલ શેકેલી શીંગ - ૧ વાટકી
  • શેકેલા તલનો ભૂક્કો - ૧ વાટકી
  • છીણેલું સૂકું કોપરું - ૨ ચમચી
  • કાજુ બદામની કતરણ - ૨ ચમચી

બનાવવાની રીત :

સૌપ્રથમ ગોળ અને ઘીને મિક્સ કરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવો અને તેને હલાવતા રહેવું.

હવે આ ઘી અને ગોળનો પાયો તૈયાર થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને ગરમ મિશ્રણમાં જ કાજુ - બદામનો ભૂક્કો, શેકેલી શીંગનો ભૂક્કો, શેકેલા તલનો ભૂક્કો થોડું થોડું કરી ઉમેરતા જાવ અને બધું જ બરાબર મિક્સ કરો.

મિશ્રણને એક થાળીમાં વાટકી કે તવેતાથી મદદથી એકસરખું પાથરી દો.

તેની ઉપર સુકામેવાની કતરણ તેમજ સૂકા કોપરાનું છીણ ભભરાવી ચમચીની મદદથી દબાવી તેને બદામ પાકમાં ચોંટાડી દો.

બદામ પાક ઠંડો પડે એટલે તેને ચપ્પુની મદદથી મિડીયમ સાઇઝના પીસ કરી લો.

તૈયાર છે બદામ પાક.

આ રેસિપીનો વિડિયો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

આભાર.